વિંગ કમાન્ડર અભિનંદનના પકડાયા પછી ભારતે પાકિસ્તાન પર મિસાઈલ હુમલાની તૈયારી કરી લીધી હતી. જોકે અમેરિકાના હસ્તક્ષેપ પછી ભારતે હુમલો ન કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે ભારત, પાકિસ્તાન અને અમેરિકન સૂત્રો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે બંને દેશો વચ્ચે વધતા તણાવ દરમિયાન એક સમય એવો પણ હતો જ્યારે ભારતે પાકિસ્તાનને 6 મિસાઈલ છોડવાની ચેતવણી આપી હતી.
