શહેરના ગોતા વિસ્તારમાં આજે પાસનું સ્નેહમિલન યોજાયું હતું જેમા હાર્દિક અને અલ્પેશ કથિરીયાના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી પાછળનું કારણ પાર્ટી પ્લોટમાં લગાવવામાં આવેલા પોસ્ટરો હોવાનું જાણવાં મળ્યું છે. જે પાર્ટી પ્લોટમાં સ્નેહમિલન યોજાયું હતું તેમાં પોસ્ટરોમાં માત્ર હાર્દિકના જ ફોટો હતા જેને લઈને અલ્પેશ કથિરીયાના સમર્થકો નારાજ થઈ ગયા હતા અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા. અલ્પેશના સમર્થકોએ હાર્દિકના બેનરો ફાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતા અંતે હાર્દિકે મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો. સ્નેહમિલનમાં સુરતના આંદોલનકારીઓ આવ્યા હતા તેઓ અલ્પેશની જેલમુકતી માટે વાત કરવાના હતા. સોલા પોલીસ પણ ઘટના સ્થળે પોહચી છે.

