વડાપ્રધાનના વિશ્વાસુ ગણાતા પારિકરનું રાજકિય જીવન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

લાંબી માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું આજે રવિવારે સાંજે નિધન થયુ છે. તેઓ ત્રણવાર ગોવાના મુખ્યમંત્રી અને રક્ષામંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યા છે. મનોહર પારિકરનો જન્મ 1955માં ગોવાના માપુસા ગામમાં થયો હતો. લોયલા હાઇસ્કૂલમાંથી તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતુ અને 1978માં તેમણે IIT મુંબઇથી એન્જીનિયરિંગમાં ગ્રેજ્યૂએટ થયા હતા. વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. અભ્યાસ દરમિયાનથી જ તેઓ સંઘની શાખામાં જતા હતા. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ સંઘ સાથે જોડાયેલા રહ્યાં અને બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. 1994માં ભાજપ તરફથી પણજી સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને તેમાં જીત પણ મેળવી. વર્ષ 2000માં ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી સત્તા પર પહોચ્યું અને પારિકરને મુખ્યમંત્રી બનાવાયા હતા. તેઓ ત્રણવાર ગોવાના મુખ્યમંત્રી પદ પર રહી ચૂક્યા છે. 2000-05ના વર્ષમાં પહેલીવાર તેઓ મુખ્યમંત્રી તરીકે રહ્યાં. 2012 થી 2014 સુધી બીજીવાર ગોવાના મુખ્યમંત્રી બન્યા. જે બાદ 2014માં NDAની સરકારમાં તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા અને તે માટે ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જે બાદ સ્વસ્થ્યના કારણે તેમણે નવેમ્બર 2014માં રક્ષામંત્રી તરીકે રાજીનામુ આપી ફરી ત્રીજીવાર ગોવાના મુખ્યમંત્રી બન્યા.