મોદીએ કહ્યું- ભારતે વિશ્વને યુદ્ધ નહિ, બુદ્ધ આપ્યા; આ કારણે આજે અમારા અવાજમાં આતંક વિરુદ્ધ આક્રોશ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને સંબોધિત કર્યું હતું. અહી યુએનમાં તેમનું બીજું ભાષણ હતું. મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જયંતી પર અહીં સંબોધન કરવું તે ગર્વનો વિષય છે. તેમણે કહ્યું કે ભારતે મને પહેલા કરતા મજબૂત જનાદેશ આપ્યો છે, આ કારણ હું અહીં બીજી વખત ઉભો છું. મોદીએ આતંકવાદ પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે અમે એ દેશના છીએ, જેેણે વિશ્વને યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા અને આ કારણે અમારા અવાજમાં આતંક વિરુદ્ધ આક્રોશ છે.

ગાંધીનો સંદેશ આજે પણ પ્રાસંગિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ઘણાં મુદા ઉઠાવ્યા હતા. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આ પ્રસંગ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ વર્ષે અમે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યાં છે. મોદીએ કહ્યું કે આ વર્ષે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણી થઈ અને મને જનાદેશ મળ્યો. આ જનાદેશના કારણે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું. આ જનાદેશથી નિકળેલો સંદેશ પ્રેરક છે. પીએમ મોદીએ કહ્યું કે મને મળેલા જનાદેશનો ખૂબ જ વ્યાપક સંદેશ છે.

ભારતની વ્યવસ્થાઓ પ્રેરક સંદેશ આપે છે

નવા ભારતમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં આયુષ્યમાન ભારત સહિત તમામ યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારી વ્યવસ્થાના કારણે વિશ્વાસ પેદા થયો છે. પીએમ મોદીએ કહ્યું કે અમે વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યું. માત્ર 5 વર્ષમાં 11 કરોડથી વધુ શૌચાલય બનાવીને દેશવાસીઓને આપ્યા. વિશ્વનો સૌથી મોટો ફાઈનાન્શિયલ ઈનકલ્યુઝન કાર્યક્રમ સફળતા પૂર્વક ચલાવ્યો. માત્ર 5 વર્ષમાં 37 કરોડથી વધુ ગરીબોના બેન્ક ખાતા ખોલવામાં આવ્યા.

ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત કરવાનું અભિયાન શરૂ

આજે અમે સમગ્ર ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્ત કરવા માટે અભિયાન ચવાવી રહ્યાં છે. અગામી 5 વર્ષમાં 15 કરોડ ઘરને પાણીના સપ્લાઈ સાથે જોડવા જઈ રહ્યાં છે. સાથે જ સવા લાખ કિમીથી વધુ રસ્તાઓ બનાવવા જઈ રહ્યાં છે. 2022માં જ્યારે ભારત સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થયા નિમિતે પર્વ મનાવશે ત્યારે અમે 2 કરોડ ઘરોનું નિર્માણ કરીશું.

અમારું પ્રાણ તત્વ લોકભાગીદારીથી લોકકલ્યાણ

તેમણે કહ્યું સવાલ એ છે કે આખરે અમે આ બધુ કઈ રીતે કરી શકીએ છીએ ? આખરે નવા ભારતમાં ઝડપથી ફેરફાર કઈ રીતે આવી રહ્યો છે. ભારત હજારો વર્ષ જૂની એક મહાન સંસ્કૃતિછે, જેની પોતાની જીવંત પરંપરાઓ છે. અમારા સંસ્કાર, અમારી સંસ્કૃતિ જીવમાં શિવ જોવે છે. આ કારણે અમારું પ્રાણ તત્વ છે- લોકોની ભાગીદારીથી લોકોનું કલ્યાણ છે. આ લોકકલ્યાણ પણ માત્ર ભારત માટે વિશ્વ કલ્યાણ માટે છે. લોકકલ્યાણથી વિશ્વકલ્યાણ. એટલા માટે તો અમારી પ્રેરણા છે- સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. આ માત્ર ભારતની સીમીઓમાં સીમિત નથી. અમારો પરિશ્રમ એ દયાભાવ પણ નથી કે દેખાડો પણ નથી. માત્ર અને માત્ર કર્તવ્યભાવથી પ્રેરિત છે.

આ પહેલાં મોદીએ 2014માં મહાસભાની બેઠકમાં સામેલ થયા હતા. 21 સપ્ટેમ્બરે મોદી સાત દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમણે વિશ્વના ઘણાં નેતાઓ સાથે બહુપક્ષીય અને દ્વીપક્ષીય બેઠક કરી હતી. તેમણે 22 સપ્ટેમ્બરે ઉર્જા ક્ષેત્રની કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી હતી અને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આશા છે કે મોદી જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવા અને તેને ભારતનો અંગત મુદ્દો ગણાવીને પોતાનો પક્ષ મુકી શકે છે. 2022માં જ્યારે ભારત સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થયા નિમિતે પર્વ મનાવશે ત્યારે અમે 2 કરોડ ઘરોનું નિર્માણ કરીશું.