ગોવાના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકર હંમેશા પોતાની સાદગીના માટે ઓળખાતા હતા. મીડિયામાં મનોહર પર્રિકરને હંમેશા સ્કૂટર પર યાત્રા કરનારા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. જે તેઓ હંમેશા કરતા હતા. મનોહર પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. તેમને સાઈકલ ચલાવવું પણ ઘણું પસંદ હતું. જ્યારે રાજકારણની વ્યસ્તતા વચ્ચે થોડો ઘણો પણ સમય બચે તો તેઓ સાઈકલ ચલાવતા હતા.
