યૂપીમાં કોંગ્રેસ અને સપા-બસપાનું ગઠબંધન

મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હીમાં સત્તા પર બેસવા માટે અતિ મહત્વના રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધને એકબીજાને નહી નડવાની નીતિ અપનાવી છે. તાજેતરમાં જ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે, ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડીની સાત સીટો પર તે ચૂંટણી નહી લડે. કોંગ્રેસની આ જાહેરાત યૂપીના રાજકારણ માટે નવા સંકેતો આપી રહી છે. ઉલ્લેખનીય છે કે સપા-બસપાએ કોંગ્રેસને ગઠબંધનથી અલગ રાખી હતી પરંતુ તેની બે સીટો માટે પોતાના કોઇ પણ ઉમેદવારની જાહેરાત ન કરી હતી, જેની સામે કોંગ્રેસે પણ સાત સીટો પર ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.