હું માની ગયો હોત તો લાલલાઇટવાળી ગાડીમાં હોત : ભગવાન બારડ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ધારાસભ્ય પદેથી વિધાસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા કોંગ્રેસના ભગવાન બારડે સોમનાથમાં આહિર સમાજનું વિરાટ શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં ભાજપની ‘ખરી દી લો… નહીં તો પાડી દો’ની કૂટનીતિ પર ચાબખા મારતા બારડે કહ્યું હતું કે, જો હું માની ગયો હોત તો લાલલાઇટવાળી ગાડીમાં હોત. પરંતુ મને ગાડીનો મોહ નથી. સુત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીમાં પોણા ત્રણ વર્ષની સજા કરી, સાથે અપીલ માટે સજા પર ૩૦ દિવસનો સ્ટે પણ આપ્યો હતો. જ્યારે વેરાવળ સેશન્સ કોર્ટે પણ સજા પર સ્ટે આપ્યો હતો. આમ છતાં વિધાનસભા અધ્યક્ષે રજાના દિવસે પણ સ્ટાફ બોલાવીને તેમને ધારાસભ્ય તરીકે સસ્પેન્ડ કરી દીધા હતા. વિધાનસભા અધ્યક્ષની સત્તામાં આવતું ન હોવા છતાં પણ તેમણે આ પગલું લીધું હતું. જે સરકારની કિન્નાખોરી હોવાનો આક્ષેપ ભગવાન બારડે સમાજના લોકો સામે કર્યો હતો.