પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઈ છે. વિવેક ઓબેરોય સ્ટારર ‘પીએમ નરેન્દ્ર મોદી’ 12 એપ્રિલે રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે લોકસભાની ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઇ રહી છે. આ સિવાય ‘મોદી’ વેબસિરીઝ પણ એપ્રિલમાં જ રિલીઝ થઇ રહી છે. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમાર છે જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર સંદીપ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોય છે.

