સલમાન ખાન આગામી ફિલ્મમાં મહેશ માંજરેકરની પુત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળશે

ફિલ્મ જગત

મહેશ માંજરેકર પોતાની નાની પુત્રી સઇને બોલીવૂડમાં લોન્ચ કરી રહ્યો છે. કહેવાય છે કે, સલમાનની આગામી ફિલ્મમાં તેને લોન્ચ કરવામાં આવશે.

” મહેશની પુત્રી સઇ સલમાન ખાન સાથે ફિલ્મ ‘દબંગ ૩’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સલમાનની પ્રેમિકાના રોલમાં હશે.સલમાનો રોલ પ્રિકવલમાં હશે. આ ફિલ્મમાં સલમાનની પત્નીના રોલમાં સોનાક્ષી સિંહા હશે. પરંતુ તેના યંગ અવતારમાં તે સઇ સાથે રોમાન્સ કરતો જોવા મળશે,”તેમ સૂત્રે જણાવ્યું હતું.

” સઇ અને સલમાન સાથે ઘણા દ્રશ્યોનું શૂટિંગ થયું છ. બન્ને પર એક ગીત પણ પિકચરાઇઝ કરવામાં આવશે.

પહેલા એવા સમચાાર હતા કે, મહેશની મોટી પુત્રી અશ્વામી ડેબ્યુ કરશે. પરંતુ હાલ તેનો ફિલ્મમાં આવવાનો ઇરાદો નથી.

સલમાન ખાન અને મહેશ માંજરેકરની દોસ્તી બહુ જુની છે. બન્ને સારા મિત્રો છે. મહેશ માંજરેકર પોતાી પુત્રીને ફિલ્મમાં લોન્ચ કરવા કેટલાય સમયથી મથી રહ્યો છે.