મલાઈકા અને અર્જુનના લગ્નસંબંધે અર્જુને કહી આ વાત

ફિલ્મ જગત

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું અફેયર અને તેમના લગ્નની ચર્ચા જગજાહેર છે. આ વિશે કેટલીય વાતો ફેલાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને આ વર્ષે એપ્રિલમાં લગ્ન કરી શકે છે. થોડાં દિવસ પહેલાં મલાઈકાએ નિવેદન આપ્યું હતું અને હવે અર્જુન કપૂરે જે નિવેદન આપ્યું છે તે જાણવા જેવું છે.

અર્જુન કપૂરને તેના અને મલાઈકાના લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અર્જુન કપૂરે કહ્યું કે, “મેં જે પણ નામ અને સન્માન મેળવ્યું છે, દેશ વિદેશમાં લોકો અમને જાણે છે અને અમારા વિશે વધુ ને વધુ જાણવાની ઈચ્છા રાખે છે. તેમને આ જાણીને અચરજ થાય છે કે અમે કેટલી સામાન્ય રીતે પોતાનું અંગત જીવન જીવીએ છીએ. તેમને અમારા જીવન વિશે જાણવાની ઈચ્છા થતી હશે અને થાય તો તેમાં અમને કોઈ તકલીફ પણ નથી થતી.”

ઉલ્લેખનીય છે કે આ પહેલાં મલાઈકાએ અર્જુન સાથે તેના લગ્ન વિશે પ્રશ્ન પૂછાતાં કંઈક આવો જવાબ આપ્યો હતો. જેમાં મલાઈકાએ કહ્યું હતું કે, “મને લાગે છે કે બધાને આગળ વધવાની જરૂર હોય છે અને પોતાની માટે પ્રેમ શોધવાનો હોય છે. બધાંને કમ્પેનિયનશિપની જરૂર હોય છે જેનાથી આપણે સામેના વ્યક્તિ સાથે જોડાણ અનુભવી શકીએ. જો તમને એવું કોઈ મળી ગયું છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. જો કોઈ કરી શકે છે તો તે ખૂબ જ લકી છે કે તેને પોતાની માટે સુખ શોધવાનો બીજો અવસર મળ્યો.”