હોલિવૂડ ફિલ્મ ‘ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ.2’માં બપ્પી લહિરીનું ‘ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા’ સામેલ થશે

ફિલ્મ જગત

સંગીતકાર-ગાયક બપ્પી લહિરી ડાન્સિંગ નંબર બનાવવા માટે પ્રખ્યાત છે. વર્ષ 2017માં હોલિવૂડ ફિલ્મ ‘ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ.2’ના હિન્દી ભાષાની પ્રમોશનલ ક્લિપમાં પણ બપ્પી દાનું હિટ સોન્ગ ‘ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા’ સાંભળવા મળ્યું હતું. મનાઈ રહ્યું છે કે હવે આ ફિલ્મમાં તેમના ગીતને કાયદેસર રીતે લેવામાં આવ્યું છે.

આ સાથે જ તેઓ રેપર સ્નૂપ ડોગ અને ગાયક એકોન સાથે પોતાના અન્ય ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. મ્યુઝિક સિવાય બપ્પી દા એક્ટિંગમાં પણ હાથ અજમાવી રહ્યા છે. તાજેતરમાં જ સોની ટીવીના શો ‘લેડીઝ સ્પેશિયલ’માં તેમણે કેમિયો કર્યો હતો.