ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ ચાહકોની વચ્ચે પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી છે. તેમની તસ્વીરો હંમેશા લોકોની વચ્ચે ધમાલ મચાવતી રહે છે. તાજેતરમાં અક્ષર સિંહે નવી તસ્વીરો ચાહકોની સાથે શેર કરી છે, જેને જોયા બાદ ચાહકો તેમના દીવાના બની ગયા છે. અક્ષરા સિંહે લાલ રંગની સ્ટાઇલીશ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે અને અલગ-અલગ રીતે પોઝ આપ્યા છે. અક્ષરા સિંહે સીડિયો પર સુઈને પોઝ આપ્યા છે, જેને જોઇને અક્ષરા સિંહના ચાહકો તેમના દીવાના બની ગયા છે. અક્ષરા સિંહની તાજેતરની તસ્વીરો પર તેમના ચાહકો સતત ટ્વીટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તે લાલ ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. અક્ષરા સિંહની લેટેસ્ટ તસ્વીરો ઈન્ટરનેટ પર સતત વાયરલ થઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે, અક્ષરા સિંહના ચાહકોને તેમનો અવતાર વધુ પસંદ આવી રહ્યો છે.

