સંજય ભણશાલીની આગામી ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે દીપિકા પદુકોણના નામની ચર્ચા

ફિલ્મ જગત

સંજય લીલા ભણશાલી સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમની પ્રેમકથા પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય પાત્રમાં જોવા મળશે તેવી વાત હતી. પરંતુ હવે નવી વાત જાણવા મળ્યા પ્રમાણે અભિષેક  સાથે દીપિકા પદુકોણ કામ કરે તેવી ચર્ચા છે.

સૂત્રની વાત સાચી માનીએ તો દીપિકા પદુકોણને  સંજય ભણશાલી સાથે કામ કરવામાં રસ છે. સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમની લવસ્ટોરીમાં દીપિકાને મુખ્ય પાત્ર ભજવવા માટે રાજી છે. પરંતુ તેની શરત એટલી જ છે કે, આ ફિલ્મનું નામ પાત્ર પરથી હોવું જોઇએ. કહેવાય છે કે, ભણશાલીને દીપિકાની આ શરત મંજૂર છે, તેથી હવે  આ ફિલ્મમાં દીપિકા પદુકોણ કામ કરે તેવી શક્યતા વધુ છે.

જોકે ભણશાલીએ સત્તાવાર રીતે આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઇ ઘોષણા કરી નથી. દીપિકા ભણશાલીની ફેવરિટ અભિનેત્રી છે તે તો સહુ જાણે છે. દીપિકા ભણશાલીની કોઇ ઓફરને ના પાડી શકે એમ નથી. જોકે હવે આ ફિલ્મમાં કોણ કામ કરે છે તે તો સમય જ દાખવશે.