રાજકોટમાં વ્યાજખોરોથી ત્રસ્ત યુવાન સળગ્યો, ચાર સામે ગુનો

ગુજરાત

લક્ષ્મીવાડી પાર્કમાં હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને મોબાઈલ રિપેરીંગનું કામ કરતા કૌશિક નરેશભાઈ પારેખ નામનાં ૧૯ વર્ષના વણિક યુવાને વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીથી કંટાળી આજે સવારે અગ્નિસ્નાન કરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ભક્તિનગર પોલીસે તેની ફરિયાદના આધારે ચાર આરોપીઓ સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. કૌશિકે પોલીસને જણાવ્યું કે તે મોબાઈલ રિપેરીંગ ઉપરાંત તેની લે-વેચનું કામ કરે છે. તેને આરોપી હાર્દિક ગોકાણીની મિલપરામાં આવેલી બાલાજી મોબાઈલ નામની દુકાને બેઠક હોવાથી તેની પાસે મોબાઈલ લઈ વેંચતો હતો.

તેને નાણાંની જરૂરીયાત પડતા લક્ષ્મીવાડીના આરોપી હરૂભા ઝાલા પાસેથી વીસેક દિવસ પહેલા ૧.૫૦ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા. જેની ઉઘરાણી કરવા ગઈકાલે રાત્રે તે તેના ઘરે આવ્યો હતો અને માતા તથા પાડોશીઓની હાજરીમાં બેફામ ગાળો ભાંડી વ્યાજ સહિતની રકમ બે દિવસમાં નહીં ચુકવતા તો તેવી ધમકી આપી, મારકૂટ કરી હતી.

આ રીતે આ ચારેય આરોપીએ તેને મારકૂટ અને ધમકી આપતા હોવાથી કંટાળીને આજે સવારે ઘરેથી નિકળી પૂજારા પ્લોટમાં સ્થિત જૂની બંધ થઈ ગયેલી લવ-કુશ નામની શાળાના કમ્પાઉન્ડમાં અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટના પરથી વધુ એક વખત સ્પષ્ટ થયું છે કે, શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે.