જાણો, આલિયા ભટ્ટ કોની બાયોપિક કરવા આતુર છે

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

આલિયા ભટ્ટે પહેલી વખત ઓશોની બાયોપિક વિશે વાત કરી છે કે જેને શકુન બત્રા દ્વારા ડિરેક્ટ કરવામાં આવવાની હતી. આ પ્રોજેક્ટમાં આ એક્ટ્રેસની સાથે આમિર ખાન પણ લીડ રોલ પ્લે કરવાનો હતો.

જોકે, પ્રિયંકા ચોપરાને મા આનંદ શીલાની બુક ‘ડોન્ટ કિલ હિમ’ પર આધારિત બેરી લેવિન્સનની હોલિવૂડ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવતા એ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો હતો. મા આનંદ શીલા રજનીશના સાથી હતાં.

હવે આલિયાએ કહ્યું હતું કે, ‘શકુને આ આઇડિયા રજૂ કર્યો હતો. મને એ ગમ્યો હતો અને એ કરવા માટે હું સંમત થઈ હતી, પરંતુ એ પ્રોજેક્ટ હજી ખૂબ જ શરૂઆતના તબક્કે છે.

હજી સુધી એ કન્ફર્મ થયો નથી. જોકે જ્યારે પણ તેઓ રેડી પ્રોજેક્ટ સાથે મારી પાસે આવશે ત્યારે મને એ કરવાનું ગમશે.

જોકે, અત્યારના સમયે મારી પાસે અનેક ફિલ્મ્સ છે.’ આ એક્ટ્રેસની ફિલ્મ ‘કલંક’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. જેના પછી તેની પાસે અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’, રાજામૌલીની ‘આરઆરઆર’, કરણ જોહરની ‘તખ્ત’ અને અશ્વિનિ અય્યર તિવારીની આગામી ફિલ્મ પણ છે. આલિયા અત્યારે બોલિવૂડની સૌથી બિઝી એક્ટ્રેસ છે.