ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભાના ભાજપના ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ 14 તારીખે કલોલ અને ગાંધીનગર ઉત્તરમાં લોક સંપર્ક કરશે. તેઓ પોતાના સમર્થકો સાથે કલોલ ખાતે રોડ શો કરી જનસંપર્ક કરશે. મળતી માહિતી અનુસાર તેઓ ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારના 12 ગામના કાર્યકતા સાથે રાધેજામાં ગ્રૂપ બેઠક કરે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અમિત શાહ ગાંધીનગર વિસ્તારના કાર્યકર્તા સાથે સેકટર 22 માં ગ્રૂપ બેઠક કરશે અને ચૂંટણી પ્રચાર અંગે માર્ગદર્શન આપશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગર સાંજે 7 કલાકે ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તા સાથે મિટિંગ કરશે.
ત્યાર પછી ગાંધીનગર શહેરના કાર્યકર્તા સાથે 8 કલાકે મિટિંગ કરશે. મળતી માહિતી અનુસાર અમિત શાહનો રોડ શો કલોલ બજારથી રો શરૂ કરવામાં આવશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાજપના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં હાજર રહી શકે તેમ છે.

