શિવસેનાની ભાજપને ચેતવણી – સરકાર બનાવવા માટે વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે

મુખ્ય સમાચાર રાજકીય

શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે મહારાષ્ટ્રમાં ગઠબંધનના સાથી ભાજપાને ચેતાવણી આપી છે. રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપા તેમને વિકલ્પ શોધવા માટે મજબૂર ન કરે. રાઉતે કહ્યું છે કે રાજનીતિમાં કોઇ સંત હોતું નથી. મહારાષ્ટ્રમાં હમણાં થયેલા વિધાનસભા ઇલેક્શનમાં ભાજપાને 105 અને શિવસેનાને 56 સીટો મળી છે. ગઠબંધનમાં બંનેએ બહુમત સાથે 145 સીટો મેળવી છે, પરંતુ મુખ્યમંત્રી પદને લઇને બંને પાર્ટીઓમાં વિવાદ ઊભો થયો છે.

શિવસેનાના અઢી વર્ષના મુખ્યમંત્રી પદની માગથી વિવાદ વકર્યો
24 ઓક્ટોબરે પરિણામની ઘોષણા કર્યા બાદ શિવસેનાના કેટલાક નેતાઓની માગ હતી કે, રાજ્યમાં અઢી વર્ષ શિવસેના અને અઢી વર્ષ ભાજપાના મુખ્યમંત્રી બને. શિવસેનાએ ભાજપાના અધ્યક્ષ અમિત શાહને 50:50 ફોર્મ્યૂલાને ધ્યાને રાખી માગ કરતા કહ્યું હતું કે, બંને પાર્ટીઓના નેતાઓને મુખ્યમંત્રી બનવાનો મોકો મળે. શિવસેનાના પ્રતાપ સરનાઇકે કહ્યું કે ઉદ્ધવને મુખ્યમંત્રી પદ માટે ભાજપા આલાકમાન પાસે લેખિતમાં લખાવી લેવું જોઇએ. જો કે, આ પછી મહારાષ્ટ્રના હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આગામી 5 વર્ષ સુધી રાજ્યમાં ભાજપાના નેતૃત્વની સરકાર ચાલશે

‘જોઇએ છીએ ભાજપા કેવી રીતે મુખ્યમંત્રી પદ માટે માનતી નથી’
રાઉતે એક ન્યૂઝ ચેનલ સાથે થયેલી વાતચીતમાં કહ્યું હતું કે, ‘અમે જોઇએ છીએ કે ભાજપા અમારી મુખ્યમંત્રી માટેની શરત કેવી રીતે નથી સ્વીકારતી. બંને પાર્ટીઓની વચ્ચે 50:50 પાવર શેરિંગની ફોર્મ્યૂલા પર સહમતિ થઈ હતી. તેને વધારે વિસ્તારમાં કહેવાની જરૂર નથી.’ રાઉતે દાવો કર્યો હતો કે, સરકાર બનાવવા માટે અત્યાર સુધીમાં બંને પાર્ટીઓ વચ્ચે કંઇ પણ વાતચીત થઈ નથી. રાઉતને જ્યારે ભાજપાની આગળ વધીને સરકાર બનાવવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, ‘ભાજપા રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને આવી છે, જો તે ઇચ્છે તો શિવાસેનાની મદદ વગર પણ સરકાર બનાવી લે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ.’

અમે ભાજપાને વધારે સીટો પર ઊભા રહેવાની તક આપી
રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં બંને પાર્ટીઓએ એકસરખી ભાગીદારી પર સહમતિ દર્શાવી હતી. આ વિશે મુંબઈથી એલાન પણ કરવામાં આવ્યું હતું. ઇલેક્શન પહેલા ભાજપાએ સેનાને અપીલ કરી હતી કે, તેમને વધારે સીટો પરથી લડવા દેવામાં આવે, જેથી તેમના વિધાયકો પક્ષપલટો ન કરે. તેના પર શિવસેનાના અધ્યત્ર ઉદ્ધવ ઠાકરેએ સહમતિ દર્શાવી હતી. તેથી તેઓ 164 સીટો પરથી ચૂંટણી લડ્યાં અને અમે 64 સીટો પરથી ચૂંટણી લડ્યાં. અમે રાજનીતિમાં જૂઠ્ઠુ નહીં બોલતા, પછી એ સત્તા માટે પણ કેમ ન હોય!