સર્જિકલ સ્ટ્રાઈક જેવી સ્થિતિ પછી લોકો મોટા ભાગે સરકાર સાથે રહે છે: રુચિર શર્મા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

રુચિર શર્મા દુનિયાના 50 પ્રભાવશાળી લોકો પૈકીના એક છે. ફોરેન પોલિસી મેગેઝિને તેમને 100 ગ્લોબલ થિંકર્સમાં સામેલ કર્યા હતા. તેઓ દુનિયાભરમાં ફરીને રોકાણ અંગેનાં પુસ્તકો લખી ચૂક્યા છે. ભારતમાં તેમણે મિત્રો સાથે 25 વર્ષમાં 27 અંગત ચૂંટણીયાત્રા કરી છે. હાલની વિધાનસભા ચૂંટણીઓ પછી તેમનું નવું પુસ્તક ‘ડેમોક્રેસી ઓન ધ રોડ’ પ્રકાશિત થયું હતું. ભાસ્કરના અવનીશ જૈને તેમની સાથે રાજકીય, સામાજિક અને આર્થિક મુદ્દે વાતચીત કરી. તેમણે ચૂંટણીયાત્રાના અનુભવના આધારે પુલવામા હુમલા પછી દેવામાફી સહિતના અનેક મુદ્દે પૂછાયેલા સવાલોના તાર્કિક જવાબ આપ્યા.

સર્જિકલ સ્ટ્રાઈક જેવી સ્થિતિ પછી લોકો મોટા ભાગે સરકાર સાથે રહે છે. હવે મજબૂત મહાગઠબંધન બને તો જ મોદી સામે મુકાબલો કરવો શક્ય છે. પુલવામા હુમલાથી રાજકારણમાં એક ‘એક્સ’ ફેક્ટર આવી ગયું છે. 2008માં ભાજપ મજબૂત હતો, ત્યારે મુંબઈ હુમલો થયો. ત્યાર પછી ચૂંટણીમાં લોકોએ યુપીએને સાથ આપ્યો. જોકે, એવાં ઉદાહરણ પણ છે કે  જે પક્ષોએ લોકોની ભાવના સાથે ખિલવાડ કર્યો હોય તેમને સત્તામાંથી હટાવી દેવાયા હોય.