દિલ્હીમાં કંપાવતી ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ તોડ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હીમાં ઠંડીએ 119 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ભારતીય હવામાન ખાતા મુજબ સોમવારનો દિવસ 119 વર્ષનો સૌથી ઠંડો દિવસ હતો. જે દરમિયાન બપોરે 2.30 વાગ્યે સફદરગંજમાં દિવસનું તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

હવામાન વિભાગ મુજબ દિલ્હીના સફદરગંજનું તાપમાન સામાન્યથી 4 ડિગ્રી સેલ્સિયસ ઓછુ નોંધવામાં આવ્યું હતું. જ્યારે દિલ્હીમાં સૌતી ઓછુ તામપામ લોધી રોડ પર સામાન્યથી પાંચ ડિગ્રી ઓછુ 2.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. અતિશય ઠંડીનો સામનો કરી રહેલી રાજધાનીમાં સોમવાર સવારે ભારે ધુમ્મસે રેલવે અને વિમાન સેવાને પ્રભાવિત કર્યા હતા. જે દરમિયાન 30 ટ્રેનો મોડેથી ચલાવવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટ પરથી ત્રણ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. 

હવામાન ખાતા મુજબ સોમવાર સવારે 5.30 વાગ્યે દિલ્હીમાં પારો 4.6 ડિગ્રી સેલ્સિયસ હતો, જ્યારે રવિવારે મહત્તમ તાપમાન 15.8 ડિગ્રી રહ્યું હતું. આ સિવાય હવામાન ખાતાએ પહેલીથી ત્રીજી જાન્યુઆરી વચ્ચે દિલ્હીમાં માવઠાની સાથે કરા પડવાની આગાહી કરી છે.