J&K: પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા, ઓગષ્ટથી નજરકેદમાં હતા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

ગત ઓગષ્ટ મહિનાથી નજરકેદમાં રાખવામાં આવેવા જમ્મુ-કાશ્મીરના નેતાઓ પૈકી પાંચ પૂર્વ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યનો વિશેષ દરજ્જો હટાવ્યાથી અત્યાર સુધી તેઓને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને હજુ પણ નજરકેદમાં જ રાખવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, રવિવારે પીડીપીએ જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક નેતાઓની આઝાદી માટે ફરી એકવાર માંગણી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વર્તમાન સ્થિતિ લોકતંત્રના વિચારને નબળી બનાવી રહી છે. પાર્ટીએ કહ્યું કે રાજ્યની વર્તમાન સ્થિતિ ઇમરજન્સીના દિવસોની યાદોનું સ્મરણ કરાવી રહી છે.

પીડીપી મહાસચિવ અને વિધાન  પરિષદના પૂર્વ સભ્ય સુરિન્દર ચૌધરીએ કહ્યું કે શાંતિ કાયમ રાખવા માટે સરકારે વર્તમાન સ્થિતિ પર ધ્યાન આપવું જોઇએ જે અતિ ગંભીર અને ચિંતાજનક છે. ચૌધરીએ આ દરમિયાન રાજ્યના ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાહત પ્રદાન કરવાની અપીલ કરી હતી. અહીંના ખેડૂતોને શિયાળાની થયેલા સ્નોફોલન અને ભારે વરસાદને કારણે મોટા પાયે નુકસાન ઉઠાવવુ પડ્યુ હતું.