પડતર કેસના નિવારણ માટે PM મોદીને મુખ્ય ન્યાયધીશનો પત્ર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશના કોર્ટમાં ચાલી રહેલા કેસના નિવારણને લઈને મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગોગોઈએ લખ્યું કે, કોર્ટમાં ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં કેસ ચાલી રહ્યા છે, જેના નિવારણ માટે જજની સંખ્યા વધારવામાં આવે.

સાથે જ મુખ્ય ન્યાયધીશ ગોગોઈએ પત્રમાં જજના રીટાયરમેન્ટની ઉંમર વધારવાનું સૂચન કર્યું છે. અત્યારે હાઈકોર્ટમાં જજની નિવૃતિની ઉંમર 62 વર્ષ છે. CJI ગોગોઈએ આ ઉંમરને 65 વર્ષ કરવાનું કહ્યું છે.

મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈના પત્રમાં સ્પષ્ટ છે કે અત્યારે સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા પ્રમાણે બંધારણ સંબંધિત બાબતોની સુનવણી માટે જરૂરી છે કે પાંચ જજની બંધારણ બેંચ બનાવવામાં આવે પરંતુ અત્યારે જજની સંખ્યા મર્યાદીત હોવાથી એ મુશ્કેલ છે. અત્યારે હાઈકોર્ટમાં 44 લાખ અને સુપ્રીમકોર્ટમાં 58,700 કેસની સુનવણી બાકી છે.

CJI ગોગોઈનું સુચન છે કે પડતર કેસનો નિકાલ કરવા માટે સરકાર સેવાનિવૃત જજને ફિક્સ કાર્યકાળ માટે નિયુક્ત કરવાની વ્યવસ્થા અમલમાં લાવે. વધુમાં ગોગોઈ જણાવે છે કે, 26 કેસ 25 વર્ષથી પડતર છે, 100થી વધુ કેસ 20 વર્ષથી પડતર છે, 600 કેસ 15 વર્ષથી અને 4980 કેસ 10 વર્ષથી ચાલી રહ્યા છે.