Howdy Modi બાદ ટ્રમ્પ આજે ઇમરાન ખાન સાથે કરશે મુલાકાત, કાશ્મીર મુદ્દે થઇ શકે છે ચર્ચા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન આજે રાત્રે અમેરિકાનાં રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 74માં સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યાં છે. જે આગામી 24 સપ્ટેમ્બરે શરૂ થશે.પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરે UNGAની બેઠકને સંબોધન કરશે. બન્ને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે, બન્ને નેતાઓની મુલાકાત રાત્રે અંદાજીત 10 વાગ્યે થઇ શકે છએ. ટ્રમ્પ અને ઇમરાનની મુલાકાત તે સમયે થઇ રહી છે, જેનાં એક દિવસ પહેલા જ હ્યૂસ્ટનમાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં સમગ્ર દુનિયાએ મોદી અને ટ્રમ્પની દોસ્તીનો જલવો જોયો હતો. ભારતનાં પીએમ મોદીએ અમેરિકામાં કહ્યું કે ઇસ્લામિક આતંકવાદ સામેની લડાઇમાં ડોનાલ્ડ ટ્રમ્પ પુરી રીતે ભારત સાથે છે.આ સાથે જ પીએમ મોદીએ આ મંચ પરથી કાશ્મીર મુદ્દે દખલ દેવા માટે પાકિસ્તાન પર નિશાન તાક્યુ હતું અને કહ્યું કે જે પોતાનું ઘર સાચવી નથી શક્તા તેમને કલમ 370 રદ્દ કરવાથી તકલીફ થઇ રહી છે.

પાક.નો ફજેતો, ભારતની બોલબાલા

અમેરિકાનાં રાષ્ટ્રપતિ કાશ્મીરમાંથી કલમ 370 રદ્દા કરાયાનાં નિર્ણય પર ભારતની સાથે અને તેઓ આ વાતને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી રહ્યા છે. તેવામાં અમેરિકામાં ભારતનાં પ્રધાનમંત્રીનું અમેરિકામાં સન્માન અને ટ્રમ્પ સાથેની મિત્રતા પાકિસ્તાનથી જોઇ શકાતી નથી. હવે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત સામે ઉભા કરવા ઇમરાન ખાન માટે ઘણું કપરૂ છે. ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીતનો મુખ્ય એજન્ડા કાશ્મીર અને અફઘાનિસ્તાન રહેશે. આ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે પ્રાદેશિક સુરક્ષા મામલે પણ ચર્ચા થઇ શકે છએ. ગત સપ્તાહે આપેલા નિવેદનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે,ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખતમ કરવામાં ઘણી સફળતા મળી છે. આ મામલે તેમણે પાછલા બારણે અમેરિકાની ભૂમિકા તરફ ઇશારો કર્યો હતો.