નવરાત્રીના 9માંથી આટલા દિવસ મેઘરાજા ખેલૈયાઓને ગરબા રમવા નહીં દે

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરામાં છેલ્લા કેટલાક બાદ ફરી મેઘરાજાનું આગમન થયુ છે. અને હવામાન વિભાગે નવરાત્રિના પ્રથમ ત્રણ દિવસ વરસાદની આગાહી કરતા ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે. આજે સવારથી શહેરના સીટી વિસ્તાર એવા રાવપુર, માંડવી,માંજલપુર, કારેલાબાગમાં મેગરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. સવારથી જ વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું. અચાનક ધોધમાર વરસાદ થતા વાહનચાલકો ભિંજાયા અને ગરબા આયોજકોના ચહેરા પર ચિંતાના વાદળો દેખાયા હતા. નવલી નવરાત્રિને હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય હવે બાકી છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે. જોકે, આ વખતે નવરાત્રિ દરમિયાન મેઘરાજા રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું હજુ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી રહી શકે છે અને જેના પગલે અનેક જિલ્લાઓમાં નવરાત્રિ દરમિયાન વરસાદ નું પ્રભુત્વ જોવા મળશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ગુજરાતમાંથી સામાન્ય રીતે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઇ લેતું હોય છે. પરંતુ આ વખતે હવામાનની અત્યારની સ્થિતિ જોતાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી નૈઋત્યનું ચોમાસું રહી શકે છે. આમ, આ વખતે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી લાંબું ચોમાસું જોવા મળી શકે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો નવરાત્રિના પ્રથમ ચાર નોરતાં દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં રવિવારે છૂટાછવાયા ઝાપટાં પડયા હતા. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી ૨૪ કલાકમાં ચક્રાવાતમાં ફેરવાશે અને આગામી ૭૨ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં ઓમાનના સમુદ્રી વિસ્તાર તરફ ધપશે.