અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ભારતીય મૂળના નિકી હેલીએ ‘હાઉડી મોદી’ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના રાજ્ય ટેક્સાસના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમની સમગ્ર દુનિયામાં ચર્ચા છે. સમગ્ર દુનિયાની મીડિયાએ આ ઈવેન્ટને કવરેજ આપ્યુ, નરેન્દ્ર મોદીના મેજિકની સાથે-સાથે અહીં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ જલવો જોવા મળ્યો.

હાઉડી મોદીના વખાણ હવે અમેરિકાના દિગ્ગજ પણ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ભારતીય મૂળના નિકી હેલીએ પણ આ કાર્યક્રમના વખાણ કર્યા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટને રિટ્વીટ કરતા નિકી હેલીએ લખ્યુ કે ભારત અને અમેરિકા વચ્ચે શ્રેષ્ઠ સંબંધ છે અને હાઉડી મોદી સાથે આ સંબંધ વધુ ગાઢ થશે. નિકી હેલીએ આ ટ્વીટમાં નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પને પણ ટેગ કર્યા. આ ટ્વીટ સિવાય પણ તેમણે હાઉડી મોદી સાથે જોડાયેલી કેટલીક ટ્વીટ રિટ્વીટ કરી.

રવિવાર રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં 50000થી વધારે ભારતીય-અમેરિકી મૂળના લોકો સામેલ થયા. કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય કેટલાક US સાંસદ પણ સામેલ થયા. નિકી હેલી પ્રથમ ભારતીય મૂળના નાગરિક હતા જેમણે અમેરિકી રાષ્ટ્રપતિના વહીવટીતંત્રમાં કેબિનેટનું કાર્ય સંભાળ્યુ. નિકી હેલી મૂળ પંજાબના છે.

ના માત્ર નિકી હેલી પરંતુ અન્ય કેટલાક અમેરિકી રાજદૂતોએ હાઉડી મોદીના વખાણ કર્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયમાં આસિસટન્ટ સેક્રેટરી એલિસ જી. વેલ્સે કહ્યુ કે ભારત અને અમેરિકા ઘણા લાંબા સમયથી સારા મિત્ર છે અને આવનાર દિવસોમાં પણ આ મિત્રતા આવી જ રીતે આગળ વધતી રહેશે. તેમણે કહ્યુ કે હાઉડી મોદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોનું એક સાથે આવવુ ગાઢ મિત્રતાને દર્શાવે છે.