મુસ્લિમ પક્ષે કહ્યું- અમે રામનું સન્માન કરીએ છીએ પરંતુ આખી વિવાદિત ભૂમિ જન્મસ્થાન ન હોઇ શકે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અયોધ્યા વિવાદ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં 29માં દિવસે સુનવણી થઇ. આ દરમિયાન મુસ્લિમ પક્ષકારે કહ્યું- અમે રામનું સન્માન કરીએ છીએ. જન્મસ્થાનનું પણ સન્માન કરીએ છીએ. આ દેશમાં જો રામ અને અલ્લાહનું સન્માન નહીં થાય તો દેશ ખતમ થઇ જશે. વિવાદ તો રામના જન્મસ્થાનને લઇને છે કે તે ક્યાં છે ? સુન્ની વક્ફ બોર્ડ તરફથી વકીલ રાજીવ ધવને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેન્ચ સમક્ષ આ દલીલ પ્રસ્તૂત કરી.

મુસ્લિમોના પક્ષકારે કહ્યું- સમગ્ર વિવાદિત જમીન જન્મસ્થળ ન હોઇ શકે. જેવો કે હિન્દુ પક્ષનો દાવો છે, તો કંઇક નિશ્વિત સ્થાન હશે. તેમની દલીલના સમર્થનમાં રાજીવ ધવને હિન્દુ પક્ષ તરફથી પરિક્રમા પથ વિશેની જુબાનીઓનો ઉલ્લેખ કર્યો. ધવને કહ્યું કે જન્મસ્થાનની પરિક્રમા કરવા વિશે દરેક સાક્ષીઓએ અલગ અલગ વાતો કહી છે. અમુકે કહ્યું કે રામ ચબૂતરાની પરિક્રમા થતી હતી તો અમુકનું કહેવું છે કે દક્ષિણમાં પરિક્રમા થતી હતી.

બાબરી મસ્જિદમાં 1949 સુધી નમાજ થઇ- મુસ્લિમ પક્ષ

ધવને દલીલ આપી કે 1528માં મસ્જિદ બની હતી અને 22 ડિસેમ્બર 1949 સુધી ત્યાં લગાતાર નમાજ થઇ છે. ત્યારે ત્યાં કોઇ મૂર્તિ અંદર હતી નહીં. તેમણે ઇલાહાબાદ હાઇકોર્ટના બે જજોના નિર્ણયના હવાલાથી મુસ્લિમ પક્ષના કબજાની વાત કહી. તેમણે કહ્યુંકે બાહ્ય એરિયામાં જ તેમનો અધિકાર હતો. બન્ને પક્ષકારો પાસે 1885થી જૂના રેકોર્ડ પણ નથી.

18 ઓક્ટોબર સુધી દલીલો રાખી શકાશે

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં સંવિધાન પીઠ સામે અત્યાર સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષ સાથે નિર્મોહી અખાડા તરફથી દલીલો રજૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટેનો નિર્ણય નવેમ્બરના મધ્ય સુધી આવવાની આશા છે. 18 સપ્ટેમ્બરના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમે 18 ઓક્ટોબર સુધી સુનવણી ખતમ કરવા માગીએ છીએ જેથી જજોને ચૂકાદો લખવામાં ચાર અઠવાડિયાનો સમય મળે. તેના માટે સૌ કોઇએ મળીને સહયોગ કરવો જોઇએ.