મોદી સરકાર સતત અર્થ વ્યવસ્થાની ગાડીને પાટા પર દોડાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ સ્થિતિ સુધરી રહી નથી. ઓટો સેક્ટરથી શરૂ થયેલ મંદીનો દોર હવે ધીમે-ધીમે અન્ય સેક્ટરને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. સરકાર અત્યાર સુધીમાં અર્થ વ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે 3 એલાન કરી ચૂકી છે અને ચોથું એલાન કરવાની તૈયારીમાં છે.
- કેન્દ્ર સરકાર આર્થિક મંદીને દૂર કરવા કરી શકે મોટું એલાન
- અત્યાર સુધીમાં 3 એલાન કરાયા
- નાણાં મંત્રાલયમાં બેઠકનો ધમધમાટ
સરકારની જાહેરાત પર સમગ્ર દેશની નજર
કહેવામાં આવી રહ્યું છે કે, ચોથું એલાન સૌથી મોટું હશે અને તે કેટલાય સેક્ટર માટે રાહતના સમાચાર લાવી શકે છે. કારણ કે, તહેવારોની સીઝન આવી ગઇ છે અને સામાન્ય નાગરિકથી લઇને ઉદ્યોગપતિ સુધી સરકાર તરફથી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.
નાણાં મંત્રાલયની બેઠક
નાણાં મંત્રાલયમાં બેઠકનો દોર જામ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ, ચોથા મોટા એલાન માટે પ્રસ્તાવને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. આ એલાનનો મુખ્ય હેતુ અર્થ વ્યવસ્થામાં આવક વધારવાનું અને રોકાણને ઝડપ પુરી પાડવાનું છે. પ્રસ્તાવને અંતિમરૂપ આપવા માટે નાણાંમંત્રાલયમાં બેઠકનો દોર જામ્યો છે.
અર્થવ્યવસ્થાને વેગ આપવા તૈયાર કરાયો તખ્તો
હકીકતમાં, નાણાં મંત્રાલયે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટેના ઉપાયોનું વધુ એક બૂસ્ટર ડોઝ આપવાનું નક્કી કર્યું છે. દેશનો આર્થિક વિકાસ છેલ્લા ત્રિમાસિક ગાળામાં 6 વર્ષના તળિયે 5 ટકા પર આવી ગયો છે. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પ્રોત્સાહનો માટે બ્લુપ્રિન્ટ તૈયાર છે.
નાણા મંત્રી આગામી દિવસોમાં કરશે જાહેરાત
નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આગામી કેટલાક દિવસોમાં આ ઉપાયોની જાહેરાત કરશે. જો કે, તેમણે અર્થતંત્ર માટે લેવામાં આવનાર આ પગલાએ વિશે કોઇપણ પ્રકારની જાણકારી આપી નહોતી.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ
વિવિધ સેક્ટર માટે કરવામાં આવશે જાહેરાત
નોંધનીય છે કે, આ પહેલા ત્રણ ચરણોમાં નવા ઉપાયો કર્યા છે. જેમાં રિયલ એસ્ટેટ યોજનાઓ માટે નવું ફંટ બનાવવું. નિકાસ ક્ષેત્ર માટે પ્રોત્સાહનો, જેમાં બેન્કોના મર્જર અને માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) અને ઓટો સેક્ટર માટે છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે.