જામિયા અને AMUમાં હિંસા પર સુપ્રીમ કોર્ટનો ન્યાયિક તપાસથી ઇનકાર, હાઇકોર્ટ જવા આદેશ આપ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વિદ્યાર્થીઓ તરફથી વકીલ ઇન્દિરા જયસિંહ સહિત બે વકીલ રજૂ થયા
કોર્ટે કહ્યું કે તેલંગાણા એન્કાઉન્ટર મામલામાં, એક આયોગના મામલાને જોઇ શકીએ છે. જોકે, આ મામલામાં અલગ-અલગ ઘટનાઓ બની છે અને એક આયોગ પાસે એ પ્રકારના અધિકાર ક્ષેત્ર ના હોઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલામાં તપાસને લઇને હાઇકોર્ટ કોઇપણ નિર્ણય લઇ શકવામાં સ્વતંત્ર છે. હાઇકોર્ટ તેના પર કમિટીના ગઠનનું એલાન કરી શકે છે.

વિદ્યાર્થીઓ તરફથી વકીલ ઇન્દિરા જયસિંહ સહિત બે વકીલ રજૂ થયા હતા. તેઓનું કહેવું છે કે, વાઇસ ચાન્સેલરની મંજૂરી વિના પોલીસ કેમ્પસમાં ઘુસી શકે નહીં.