BCCIએ દ્રવિડને આપી મોટી જવાબદારી, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતીય ક્રિકેટ ટીમના ભવિષ્ય માટે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય કરતા રાહુલ દ્રવિડને મોટી જવાબદારી આપવામાં આવી છે. બીસીસીઆઈએ પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને નેશનલ ક્રિકેટ એડેકમી (એનસીએ)નો ‘હેડ ઓફ ક્રિકેટ ઓપરેશન’બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે બીસીસીઆઈ બેંગલોરમાં આવેલી નેશનલ ક્રિકેટ એકેડમીને ભારતના હાઇ પર્ફોમન્સ સેન્ટરમાં બદલવા માંગે છે, જેના કારણે યુવા ખેલાડીઓને ઘણો ફાયદો થવાનો છે.

આવો હશે દ્રવિડનો રોલ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેશનલ ક્રિકેટ એકેડમીનો હેડ બન્ચા પછી રાહુલ દ્રવિડ બધા એજ ગ્રૂપના કોચિંગ ડેવલેપમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરશે. આ સિવાય દ્રવિડ ઉપર મહિલા ક્રિકેટને લઈને પણ રણનિતી બનાવવાની જવાબદારી હશે. દ્રવિડ ફક્ત ખેલાડી જ નહીં પણ ફિઝીયો અને કંડિશનિંગ ટ્રેનર્સ માટે પણ એક ખાસ પ્રોગ્રામ તૈયાર કરશે.