વિદ્યાર્થીઓ, એક્ટિવિસ્ટ્સ દ્વારા દેશભરમાં કેન્દ્ર સરકારના નાગરિક્તા સુધારા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેમાં અનેક શહેરોમાં હિંસાની ઘટના પણ સામે આવી છે. આસામ, દિલ્હીમાં હિંસક દેખાવો થયા હતા અને લોકોએ સરકાર સમક્ષ આ કાયદાને પરત લેવા માગણી કરી હતી.
આ સિૃથતિ વચ્ચે દેખાવકારો અને હિંસા ફેલાવનારાઓને તેના કપડાના આધારે ઓળખી કાઢો તેવું કહેનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કહ્યું છે કે આ પ્રદર્શન અતી દુ:ખદ, સાથે લોકોને હિંસા ન કરવાની મોદીએ અપીલ ઔકરી હતી.
મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ચર્ચા વિચારણા થવી જોઇએ અને દરેકને પોતાની વાત રજુ કરવાનો અિધકાર છે પણ તેનો આૃર્થ એમ નથી કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે. આપણે દેશના ભાગલા પાડનારા સંગઠનોથી દુર રહેવાની જરૂર છે. મોદીએ સાથે જ કહ્યું હતું કે નાગરિક્તા સુધારા કાયદાથી દેશના કોઇ પણ નાગરિકને નુકસાન નહીં થાય, એક પણ નાગરિકે આ કાયદાથી ડરવાની જરૂર નથી.
જ્યારે મોદી સરકાર દ્વારા નાગરિક્તા કાયદામાં કરવામાં આવેલા સુધારાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે ભાજપે હિંસક દેખાવો માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના રિલોન્ચિંગ માટે જ શનિવારે કોંગ્રેસે ભારત બચાવો રેલી યોજી હતી. અને તેના બીજા જ દિવસે હિંસા ભડકી ગઇ હતી.
સાથે સંબીત પાત્રાએ કહ્યું હતું કે વિરોધ કરનારા વિદ્યાર્થીઓ હોઇ શકે છે પણ તેઓ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે તે યોગ્ય નથી. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને કહ્યું હતું કે વિદ્યાર્થી એક્ટિવિઝમમાં નક્સલીઓ, જેહાદીઓ અને અલગાવવાદીઓ ભળી રહ્યા છે તે દુ:ખદ છે.
દેશભરમાં અનેક સૃથળે કાયદાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ વિરોધ અંગે ટીપ્પણી કરતા કહ્યું હતું કે કેટલીક તાકતો આ દેશના ભાગલા પાડવા માગે છે પણ તેને સફળ નહીં થવા દેવાય. મોદીએ આ આરોપ ત્યારે લગાવ્યા છે જ્યારે વિપક્ષ દાવો કરી રહ્યું છે કે કેન્દ્ર સરકાર જે કાયદામાં સુધારા કરી રહી છે તે ધર્મના આધારે ભાગલા પાડનારો અને કોમવાદી છે.

