દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી બિલ પર ફિક્સ ચાર્જમાં નોંધનીય ઘટાડો કરતા દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. સરકારે 15 કિલોવોટ સુધી વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકો માટે ફિક્સ ચાર્જમાં પ્રતિ કિલોવોટ 75 રુપિયાથી લઇને 105 રુપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય મનોવિજ્ઞાનીકો અને ફિઝિયોથેરાપિસ્ટને પણ ઘરેલુ શ્રેણીનો લાભ પ્રદાન કર્યો છે. નવા રેટ પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે. પહેલા બે કિલોવોટ સુધી ઘરેલુ કનેક્શન પર દર મહિને પ્રતિકિલોવોટ 125 રુપિયા ચાર્જ ચૂકવવો પડતો હતો, જેને હવે ઘડાટીને માત્ર 20 રુપિયા પ્રતિ કિલોવોટ કરી દેવાયો છે.
બે કિલોવોટથી પાંચ કિલોવોટવાળા કનેક્શન પર દર મહિને 140 રુપિયા પ્રતિ કિલોવોટ ફિક્સ ચાર્જ લાગતો હતો જે હવે માત્ર 50 રુપિયા કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે પાંચ કિલોવોટથી પંદર કિલોવોટ વરરાશવાળા ઘરેલુ કનેક્શન પર દર મહિને 175 રુપિયા પ્રતિ કિલોવોટ ફિક્સ ચાર્જ લાગતો જે હવે માત્ર 100 રુપિયા ચૂકવવો રહેશે
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કરી હતી કે, અભિનંદન દિલ્હી, સતત પાંચમાં વર્ષે વીજળી દરોમાં કોઇ વધારો નથી. એનાથી વિરુદ્ધ દરો ઘટી રહ્યા છે. હવે દિલ્હીમાં વીજળી દર સૌથી ઓછા છે અને દિલ્હી ભારતની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં 24 કલાક વીજળી મળે છે.

