અમદાવાદઃ નવા સ્ટેડિયમમાં રમાઈ શકે એશિયા 11 Vs વર્લ્ડ 11 મેચ

ખેલ-જગત મુખ્ય સમાચાર

ધ બોર્ડ ઑફ ક્રિકેટ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા પ્લાન કરી રહ્યું છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન ખાસ રીતે કરવામાં આવે. આ સ્ટેડિયમમાં એશિયા ઈલેવન અને વર્લ્ડ 11ની મેચ આવતા વર્ષે માર્ચ મહિનામાં રમાઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસનો આ અહેવાલ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.

જૂનું મોટેરા સ્ટેડિયમ તોડીને હવે નવું સરદાર પટેલ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. જે 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જે બેઠક ક્ષમતાની રીતે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. જેમાં એક સમયે 1 લાખ 10 હજાર લોકો બેસી શકે છે. જ્યારે મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડમાં 1 લાખ 24 લોકો બેસી શકે છે. BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ વાર્ષિક સામાન્ય સભામાંથી બહાર નીકળીને કહ્યું કે, “અમારી એશિયા ઈલેવન અને વર્લ્ડ 11 વચ્ચે મેચ કરાવવાની યોજના છે પરંતુ ICCની મંજૂરીની રાહ જોઈએ છે.”

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ એશિયા 11 અને વર્લ્ડ 11 વચ્ચે માર્ચ 2020માં ટી-10 મેચ રમાડવાનું આયોજન કરી રહ્યું છે. ESPNCricinfoના અહેવાલ પ્રમાણે BCB પ્રેસિડેન્ટ નઝમુલ અહમદ હસને કહ્યું હતું કે ICCની જુલાઈમાં મળેલી મીટિંગમાં બે ઈન્ટરનેશનલ મેચ રમાડવાનું નક્કી કર્યું છે.