લોકસભા ચૂંટણી ૨૦૧૪ની સરખામણીમાં સટ્ટાબઝારે ભારતીય જનતા પાર્ટીને ૨૮૨થી વધુ એટલે ૨૯૯ બેઠકો લોકસભા ચૂંટણી-૨૦૧૯માં આપી છે અને ૫૪૩ બેઠકોમાંથી ૩૪૭ બેઠકો એનડીએને ફાળવી હોવાનું જાણવા મળે છે. સટ્ટાબજારે ભારતના બધા પ્રદેશો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો એટલે એનડીએને કેટલી બેઠકો મળશે એનો અંદાજ વ્યક્ત કર્યો છે જે સોશિયલ મિડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપને ૨૫ અને મિત્રપક્ષોને ૧૬ બેઠકો સટ્ટાબજારે આપી છે.
અલબત્ત, ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૪૨ બેઠકો મહાયુતિને મળી હતી જ્યાં ૨૦૧૯માં ભાજપ ૨૫ અને મિત્રપક્ષ એટલે શિવસેનાને ૧૬ એમ ૪૧ બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ૨૦૧૪માં ભાજપને ૨૩ અને શિવસેનાને ૧૮ બેઠકો મળી હતી તેમ જ સ્વાભિમાની શેતકરી સંઘટનના રાજુ શેટ્ટી જીત્યા હતા. આ વ ખતે રાજુ શેટ્ટી મહાગઠબંધન એટલે કોંગ્રેસ એનસીપીના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે.
ગુજરાતમાં ૨૬ બેઠકો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને સટ્ટાબજારએ ૨૪ બેઠકો આપી છે. મધ્ય પ્રદેશમાં કુલ બેઠકો ૨૯ છે જેમાંથી ભારતીય જનતા પાર્ટીને ૨૫ બેઠકો આપી છે. સટ્ટાબજારે ભાજપને ફાળવેલી બાકીના રાજ્યોની બેઠકો આ મુજબ છે.રાજસ્થાન-૨૨, પંજાબ-૪, હરિયાણા-૯, જમ્મુ-કાશ્મીર-૩, ઉત્તરાખંડ-૩, હિમાચલ પ્રદેશ-૩, દિલ્હી-૭, ઉત્તર પ્રદેશ-૬૩, બિહાર-૧૬, તામિલનાડુ-૪, કર્ણાટક-૧૬, આંધ્ર પ્રદેશ-૦, તેલંગણા-૦, કેરળ-૫, આસામ-૮, નોર્થ ઇસ્ટ-૫, ઓરિસા-૧૩, છત્તીસગઢ-૭, ઝારખંડ-૯, પશ્ચિમ બંગાળ-૨૨, ગોવા-૨, અન્ય કેન્દ્ર શાસિત રાજ્યો-૪ એમ ભાજપને ૨૯૯ અને મિત્રપક્ષોને ૪૮ એમ કુલ ૩૪૭ બેઠકો એનડીએને મળશે. એવોઅંદાજ સટ્ટાબજારમાં વર્તવામાં આવ્યો છે.