ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર, જાસપુર, વસ્ત્રાલ અને સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદના કાર્યક્રમો પછી ગાંધીનગર પધાર્યાં હતા. મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગર પધારતાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરવા ધોળેશ્વર મહાદેવ મંદિર ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે મહાશિવરાત્રીના પાવન પર્વે ગાંધીનગરના પાદરે આવેલા પુરાણ પ્રસિદ્ધ ધોળેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ધોળેશ્વર મંદિરમાં મહાદેવના દર્શન-અર્ચન કરીને પુષ્પ-જળાભિષેક કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ પણ ધોળેશ્વર મહાદેવ મંદિરના દર્શને ગયા હતા.

