જમ્મુ કાશ્મીરમાં કંઈક મોટું થવાની આશંકાઓ સેવાઇ રહી છે ત્યારે રવિવારે રાત્રે કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ આંશિક સ્થગિત કરવામાં આવી છે. જ્યારે ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તિ, સજ્જાદ લોનને નજરકેદ કરવામાં આવ્યાના બિનસત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા છે. જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ સુરક્ષા કારણોસર બંધ રાખવાનો જમ્મુના ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણે આદેશ આપ્યો છે.

