દુઃખદ / શાહરૂખ ખાનની સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસનું થયુ નિધન, બોલિવુડ શોકમગ્ન

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ સ્વદેશમાં કાવેરી અમ્માનું કેરેક્ટર પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ કિશોરી બલાલનું નિધન થઇ ગયુ છે, તેમણે મંગળવારે બેંગ્લોરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

કન્નડ ફિલ્મોમાં મહત્વના કેરેક્ટર પ્લે કરી ચૂકેલ કિશોરી બલાલે વર્ષ 2004 માં રિલીઝ થયેલી શાહરૂખની ફિલ્મ સ્વદેશમાં કાવેરી અમ્માનું કેરેક્ટર પ્લે કર્યુ હતુ. આ ફિલ્મમા તેમના કામની ખૂબ જ પ્રશંસા કરવામા આવી હતી અને ફિલ્મ પણ હિટ રહી હતી.

એક રિપોર્ટ અનુસાર, કિશોરી બલાલની વધતી ઉંમર કારણે ઘણી બધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. કિશોરી બલાલના નિધન પર શોક વ્યક્ત કરતા સ્વેદશના ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે કહ્યુ કે, ”દિલ તુટી ગયુ. કિશોરીજીના અવસાનથી દુખી છું. તમને હંમેશા ઉદાર, દયાળુ અને મિલનસાર વ્યકિત્વને કરાણે યાદ રાખવામાં આવશે. આની સાથે જ સ્વદેશમાં કાવેરી અમ્માની ના ભૂલવાવાળી પરફોર્મન્સ માટે પણ.”

કિશોરી બલાલે કન્નડ સિનેમામાં વર્ષ 1960 માં ડેબ્યૂ કર્યુ હતુ. પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ Evalentha Hendthi થી કરી હતી. તેમણે સિને જગતમાં ઘણા વર્ષો સુધી કામ કર્યુ. આ દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં કેટલાક દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટરો સાથે કામ કર્યુ હતુ. કાઠી, હની હની, સૂર્યક્રાંતિ. કેરી જૉન. મરાઠા, અઇયા અને લફંગે પરિંદે જેવી કેટલીક ફેમસ ફિલ્મોમાં કામ કર્યુ છે.