ભારતીય ટીમમાં લગભગ દોઢ દશક સુધી દિવાલ બની રહેલા રાહુલ દ્રવિડનો પુત્ર પણ પિતાનાં પગલે આગળ વધી રહ્યો છે. ફક્ત 14 વર્ષીય સમિતે જૂનિયરે ક્રિકેટમાં બે મહિનાની અંદર સદી ફટકારીને ધૂમ મચાવી દીધી છે. તે જેવી રીતે આગળ વધી રહ્યો છે, તો એવું લાગી રહ્યું છે કે તે આગળ જઈને પિતાનું નામ જરૂરથી રોશન કરશે.
14 વર્ષીય સમિતે જૂનિયરે ક્રિકેટમાં બે મહિનાની અંદર સદી ફટકારીને ધૂમ મચાવી
બીટીઆર શીલ્ડ અંડર-14 ટ્રોફી ડિવિઝનમાં 2 માં માલ્યા અદિતિ ઈન્ટરનેશનલ સ્કૂલ માટે રમતા સમિતે બેવડી સદી ફટકારી છે. 204 રનની ઈનિંગમાં સમિતે તેના બેટથી 33 ચોગ્ગા પણ ફટકાર્યા હતા આ ધમાકેદાર ઈનિંગથી તમામને ચોંકાવી દીધા છે. જૂનિયર દ્રવિડની ટીમે 377/3 રનનો સ્કોર ઉભો કર્યો હતો. જ્યારે જવાબમાં ઉતરેલી ટીમ ફક્ત 110 રન પર ઓલઆઉટ થઈ હતી હતી. 267 રનની આ વિશાળ જીતમાં આ વિસ્ફોટક જૂનિયરે બે વિકેટ પણ ઝડપી હતી.
રાહુલ દ્રવિડનો પુત્ર પણ પિતાનાં પગલે
સમિત ફક્ત 14 વર્ષનાં છે અને તેમણે બે મહિનામાં બે બેવડી સદી ફટકારી છે. આ પહેલા વર્ષ 2019નાં ડિસેમ્બર મહિનામાં જૂનિયરે U-14 ઈન્ટર જોનલ ટૂર્નામેન્ટમાં વાઈસ પ્રેસિડેંટ ઈલેવનની તરફથી રમતા ધારવાડ જોનની વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. કોલકાતામાં રમાયેલી આ ઈનિંગમાં 256 બોલમાં 22 ચોગ્ગા સાથે 201 રન ફટકાર્યા હતા. આ મેચ ડ્રો રહી હતી, પરંતુ સમિત દ્રવિડે ત્રણ વિકેટ પણ ઝડપી હતી.

