મોદી મને ગમે છે પરંતુ અત્યારે ટ્રેડ ડીલ નહીં કરૂ: ડોનાલ્ડ ટ્રમ્પ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આવતા સપ્તાહે ભારતની મુલાકાતે આવવા અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને મિત્ર તરીકે નરેન્દ્ર મોદી પસંદ છે, પરંતુ હાલ ભારતની સાથે ટ્રેડ ડીલ નહીં કરુ.

ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરી શકીએ છીએ. પરંતુ હાલ હું મોટી ડીલ કરવાનો નથી. ભવિષ્યમાં એ વિશે જરૂર વિચારીશ. તેમણે કહ્યું કે અમેરિકી ચૂંટણી પહેલાં હું કોઇ મોટી ડીલ નહીં કરું.

કેલિફોર્નિયાથી રવાના થવા અગાઉ ટ્રમ્પ મિડિયા સાથે વાત કરી રહ્યા હતા.બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારતે અમેરિકા પાસેથી ઇન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વીપન્સ સિસ્ટમ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આશરે 1867 બિલિયન ડૉલર્સનો આ સોદો ટ્રમ્પ વહીવટી તંત્રે મંજૂર કર્યો છે અને કોંગ્રેસને એ વિશે જાણ કરી દીધી હતી.

અમેરિકી સંરક્ષણ ખાતાએ કહ્યું હતું કે હવાઇ હુમલા સામે પોતાની એર ડિફન્સ સિસ્ટમ મજબૂત કરવા માટે ભારત આ શસ્ત્ર ખરીદવા માગે છે અને ટ્રમ્પ વહીવટી તંત્રે એ સિસ્ટમ ભારતને વેચવાનો નિર્ણય કર્યો છે પરંતુ મિડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે હાલની ભારતની મુલાકાત વખતે હું આવો કોઇ સોદો કરવાનો નથી.