ચૌકીદાર પ્યોર છે અને પી એમ બનશે એ પણ સ્યોર છે: બાબા રામદેવ

મુખ્ય સમાચાર રાજકીય

પતંજલિની એક્સક્લુઝિવ કપડાની બ્રાન્ડ પરિધાનનો સુરતમાં સૌ પ્રથમ શો રૂમ પતંજલિના સંસ્થાપક યોગ ગુરૂ બાબા રામદેવના હસ્તે રવિવારે શુભારંભ કરાયો હતું. જ્યાં બાબા રામદેવએ રાજકીય ટીપ્પણીઓ પણ કરી હતી.

કનેટા ગુજરાતને આપેલા એક વિષેશ મુલાકાતમાં પહેલીવાર બાબા રામદેવે ગુજરાતીમાં વાત કરતા રજકારણ ઉપર ટીપ્પણી કરતા જણાવ્યું કે, ચોકીદાર પ્યોર છે અને એને બીજીવાર પી.એમ. બનવાનું પણ શ્યોર છે.આખા દેશનો મુડ મોદીજી સાથે જ છે. લોકો જે વાત કરે એ કરવા દો થોડા લોકો તો વિરોધી હોય જ ને કહી પ્રિયાંકા ગાંધીના મંદિર જવા મુદ્દે તેમણે કહ્યું કેટલાક હિન્દુવની બાબતમાં બધા એમા કહેતા હતા હિન્દુ આતંકવાદ, ભગવા આતંકવાદ અત્યારે બધાને એમ લાગે છે બધાને કે જે હિન્દુઓની વાત કરશે એજ હિન્દુસ્તાન ઉપર રાજ કરશે.તેમણે ચુનાવમાં હવે ટ્વીસ્ટ આવી છે કહી હસતા હસતા જણાવ્યું કે કોઇ પણ મોદી સામે ઉભો રહેશે મોદી જીતશે તેમને મોદીના વ્યક્તીત્વને હિમાલયા સાથે સરખાવી હતી.