અમેરિકા 70 ટકાના બદલે 15 ટકા જ H-1B વન વીઝા આપશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

અમેરિકા ભારતીયોને એચ-૧બી વિઝા આપવાની લિમિટ ૧૦ થી ૧૫ ટકા કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ વિઝા જારી કરી છે. જેમાંથી સૌૈથી વધુ ૭૦ ટકા વિઝા ભારતીય કર્મચારીઓને મળે છે. હાલમાં કોઇ પણ દેશ માટે કોઇ મર્યાદા રાખવામાં આવી નથી.

વિદેશ મંત્રાલયના અધિકારીઓ માહિતી માગી છે કે અમેરિકા એચ-૧ બી વિઝાની લિમિટ નક્કી કરે છે તો ભારત પર તેની શું અસર થશે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકા એવા દેશો પર એચ-૧બી વિઝાની સંખ્યા અંગે મર્યાદા નક્કી કરવા માગે છે જે દેશો વિદેશી કંપનીઓને સ્થાનિક સ્તરે ડેટા સ્ટોર કરવા મજબૂર કરે છે. ભારતને આ અંગેની માહિતી આપી દેવામાં આવી છે.

આરબીઆઇએ ગયા વર્ષે ડેટા લોકલાઇઝેશન પોલિસી જાહેર કરી હતી. જે હેઠળ વિઝા, માસ્ટર કાર્ડ જેવી વિદેશી કંપનીઓને ટ્રાન્ઝેકશન સાથે સંકળાયેલો ડેટા વિદેશી સર્વરને બદલે ભારતમાં જ સ્ટોર કરવા પડે છે. અમેરિકન કંપનીઓ અને ત્યાંની સરકારે આરબીઆઇની આ નીતિનો વિરોધ કરે છે.

અન્ય દેશોના કર્મચારીઓને પોતાને ત્યાં નોકરી કરવાની પરવાનગી આપવા અમેરિકા એચ-૧બી વિઝા જારી કરે છે. આ વિઝા હેઠળ શરૃઆતમાં ત્રણ વર્ષ સુધી નોકરી કરવાની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ સમયમર્યાદા વધારી ૬ વર્ષ કરી શકાય છે. ભારતીય કર્મચારીઓ આ વિઝાનો સૌથી મોટો લાભ ઉઠાવે છે. ટીસીએસ અને ઇન્ફોસિસ આ વિઝા પર અનેક કર્મચારીઓને અમેરિકા મોકલે છે. ભારતીય આઇટી કંપનીઓ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે. ભારતીય આઇટી ઇન્ડસ્ટ્રીઝ ૧૫૦ અબજ ડોલર છે.