કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ માટે સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસ લોકો અને અર્થવ્યવસ્થા માટે ઘણો ગંભીર ખતરો છે. સરકાર આને બિલકુલ ગંભીરતાથી નથી લઈ રહી. સમયે પગલા લેવા ઘણા જરૂરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, કોરોના વાયરસ એક મોટી સમસ્યા છે, મુશ્કેલીને ઈગ્નોર કરવી આનો ઉપાય નથી. જો કડક પગલા ન ઉઠાવ્યા તો ભારતીય અર્થવ્યસ્થા બરબાદ થઈ જશે. તેમણે દાવો કરીને કહ્યુ કે સરકાર બેખબર પડી છે.
આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે એ આરોપ લગાવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વાયરસની સમસ્યા અને અર્થવ્યવસ્થાની હાલત માટે સૂઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી વાયરસનના 75 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. આમાં 17 વિદેશી નાગરિક શામેલ છે. 16 દર્દી ઈટલી એક કેનેડાનો છે. જ્યારે કર્ણાટકના કુલબર્ગીમાં પહેલુ મોત થઈ ગયુ છે. આ કેસમાં કેરળના એ ત્રણ દર્દી પણ શામેલ છે જેમનો સફળ ઈલાજ થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યુ કે દેશમાં કુલ 14 નવા કેસની પુષ્ટિ થઈ છે જેમાં નવ મહારાષ્ટ્રમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય મુજબ સરકારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે હેલ્પલાઈન નંબર 011-23978046 શરૂ કર્યો છે. આ ઉપરાંત 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવી ચૂક્યો છે.