ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ઘટાડો, કોંગ્રેસ પ્રવક્તાએ સરકાર પર સાધ્યુ નિશાન

ગુજરાત મુખ્ય સમાચાર શૈક્ષણિક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડે ધો.12 સાયન્સના પરિણામની સાથે ગુજકેટનું પરિણામ તથા ધો.12 સાયન્સ સેમેસ્ટર પદ્ધતિનું પરિણામ પણ એકસાથે જ જાહેર કરવાની જાહેરાત કરી હતી. આ વર્ષે 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરિણામ ગત વર્ષ કરતાં એક ટકો ઓછું છે. છેલ્લા 7 વર્ષમાં ધો. 12 સાયન્સનું સૌથી ઓછું પરિણામ આવ્યુ છે.

જાહેર થયેલા પરિણામ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી હતી. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ રાજ્ય સરકાર પર પરિણામને લઈને આકરા પ્રહાર કર્યા છે. ગત વર્ષની સરખામણીએ 1.09 ટકા પરિણામ ઘટ્યુ : દોશી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો : દોશી. ગેરરીતિના કેસમાં મોટા પાયે વધારો નોંધાયો : દોશી.

ગત વર્ષે ગેરરીતિના 120 કેસ હતા, આ વર્ષે 365 કેસ : દોશી. પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ થયો ઘટાડોઃ દોશી. ગત વર્ષની સરખામણીએ 10 હજાર વિદ્યાર્થીઓ ઘટ્યાઃ દોશી. નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યામાં 0.01 ટકાનો ઘટાડોઃ દોશી. નિયમિત વિદ્યાર્થીનીઓની સંખ્યામાં 2.9 ટકાનો ઘટાડોઃ દોશી. બોડેલીના પરિણામમાં .56 ટકાનો ઘટાડોઃ દોશી. છોટા ઉદેપુરના પરિણામમાં 50.25 ટકાનો ઘટાડોઃ દોશી. 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં ઘટાડોઃ દોશી

ગત વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 42 હતીઃ દોશી. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળા માત્ર 36- દોશી. 10 ટકા કરતા ઓછૂ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા વધીઃ દોશી. ગત વર્ષે 10 ટકા કરતા ઓછૂ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 49 હતીઃ દોશી.

આ વર્ષે 10 ટકાથી ઓછૂ પરિણામ ધરાવતી સંખ્યા 26 થઈઃ દોશી. A ગ્રેડ ધરાવતા વિધાર્થીઓની સંખ્યામાં 1.6 ટકાનો ઘટાડોઃ દોશી. B ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2.5 ટકા ઘટીઃ દોશી. ગેરરીતીના કેસોમાં મોટા પાયે વધારો નોંધાયો છેઃ દોશી. ગત વર્ષે ગેરરીતીના કેસો 120 હતા જે આ વર્ષે વધીને 365 થયાઃ દોશી