નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલાઓ ઉપર ગોળીબાર કર્યો હતો, જેમાં એકનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ઉટ્રેચ ટ્રાન્સ સ્ટેશનના ચોકમાં ગોળીબાર થયો હતો. આ ઘટનાક્રમ બાદ વડા પ્રધાને ત્રાસવાદ વિરોધી કમિટીની આપાતકાલીન બેઠક બોલાવી હતી. આ વિસ્તારને કૉર્ડન કરી લેવાયો છે અને આપાતકાલીન સેવાના કર્મચારીઓ ઘટનાસ્થળે ધસી ગયા છે. પોલીસે બચાવદળના વાહનોની હેરફેરમાં વચ્ચે ન આવવા સ્થાનિકોને સૂચના આપી છે. સ્થાનિક સમય પ્રમાણે, 10.45 કલાકે (આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે 9.45 કલાકે) આ ઘટના ઘટી હતી. ઘટનાસ્થળે ત્રણ હેલિકૉપ્ટર પણ રવાના કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, ત્રાસવાદ-વિરોધી ટૂકડી પણ ઘટનાસ્થળે ધસી ગઈ છે.

