મનોહર પર્રિકર પંચતત્ત્વમાં વિલીન થયા છે. તેમના મોટા પુત્રએ મુખાગ્નિ આપી હતી.

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ગોવાના મુખ્ય મંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે સાંજે નિધન થયું હતું. પરિર્કર પેનક્રેટિક કૅન્સરથી પીડાતા હતા. તેમના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. મનોહર પર્રિકર પંચતત્ત્વમાં વિલીન થયા છે. તેમના મોટા પુત્રએ મુખાગ્નિ આપી હતી. પર્રિકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો તેમની અંતિમયાત્રામાં ઊમટ્યા હતા. તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમની અંતિમયાત્રામાં જવાનો પણ જોડાયા હતા.