સાબરડેરીની ચૂંટણીમાં ભારે ઉલટફેર : બંને જીલ્લાના લાખ્ખો પશુપાલકોએ ચેરમેન તરીકે મહેશભાઈ પટેલની નિમણુંક ને વધાવી લીધી

ગુજરાત મુખ્ય સમાચાર

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના લાખ્ખો પશુ પાલકોના વિશ્વાસના પ્રતીક સમાન અને હજ્જારો કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સાબરડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન ચૂંટણી સોમવારે સાબરડેરીના હોલ માં યોજાયેલી ચૂંટણીમાં સાબરડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઇ પટેલ ચેરમને પદ પર ત્રીજી વાર દબદબો જાળવી રાખી સાબરડેરી પર કબ્જો જાળવી રાખશે તેવું નક્કી મનાઈ રહ્યું હતું ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ઉલટફેર જોવા મળ્યો હતો અને ધી.સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંક.લી ના ચેરમેન મહેશભાઈ અમીચંદ ભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે જયંતીભાઈ પટેલ ચૂંટાઈ આવતા ગુજરાત સહીત સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો જેઠાભાઇ પટેલના ટેકેદારો અને સમર્થકોમાં સોપો પડી ગયો હતો બંને જીલ્લાના લાખ્ખો પશુપાલકોએ ચેરમેન તરીકે મહેશભાઈ પટેલની નિમણુંક ને વધાવી લીધી હતી