મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત એવી 370 અને 35A હટાવી દીધી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષા મહેબુબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્લ્દુલ્લાની પણ ધરપકડ કરવામાં આવી છે.
મહેબુબા મુફ્તીને ગઈ કાલે રાત્રે જ નજર કેદ કરવામાં આવ્યા હતાં.પરંતુ આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ મુફ્તિને ગેસ્ટ હાઉસ લઈ જવામાં આવ્યા છે. રાજ્યમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવ બાદ કેન્દ્ર સરકારે આ પગલુ ભર્યું છે.
કાશ્મીરમાં અભૂતપૂર્વ સુરક્ષા અને હલચલની વચ્ચે મુખ્યધારાના કેટલાંય નેતાઓને નજરકેદ કરી દેવાયા હ્તા. પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને પણ અડધી રાત્રે તેમના ઘરમાં નજરબંધ કરાયા હતા. પીપલ્સ કોન્ફરન્સ નેતા સજ્જાદ લોનને પણ લઇને પણ આ માહિતી હતી. બીજીબાજુ કોંગ્રેસ નેતા ઉસ્માન માજિદ અને સીપીએમ નેતા એમવાઇ તારિગામી એ પણ દાવો કર્યો છે કે તેમની મોડી રાત્રે ધરપકડ કરી લેવાઇ છે. જો કે ધરપકડના સંબંધમાં હજુ કોઇ સત્તાવાર પુષ્ટિ કરાઇ નથી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા એ મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યું કે તેમને નજરકેદ કરાયા છે. મહેબૂબા મુફ્તી એ ટ્વીટ કરી કહ્યું કે કેવી વિડંબના છે અમારા જેવા શાંતિ માટે લડનાર જનપ્રતિનિધિઓને હાઉસ અરેસ્ટ કરી લેવાયા છે. દુનિયા જોઇ રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં કેવી રીતે લોકોનો અવાજ દબાવામાં આવી રહ્યો છે.
આ બધાની વચ્ચે નેશનલ કોન્ફરન્સના નેતા અબ્દુલ્લા એ ટ્વીટ કરી મને લાગે છે કે મને આજે પણ અડધી રાતથી ઘરમાં નજરકેદ કરાઇ રહ્યો છે અને મુખ્યધારાના બીજા નેતાઓ માટે પણ આ પ્રક્રિયા પહેલાં જ શરૂ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે તેમની સચ્ચાઇ જાણવાની કોઇ રીત નથી પરંતુ જો આ સાચું છે તો પછી આગે દેખા જાએગા.
અબ્દુલ્લાએ એક બીજી ટ્વીટમાં કહ્યું કે કાશ્મીરના લોકો માટે અમને નથી ખબર કે શું ચાલી રહ્યું છે પરંતુ મને વિશ્વાસ છે કે અલ્લાહ જે પણ વિચારે છે તે હંમેશા શ્રેષ્ઠ જ હશે. આપણને કદાચ અત્યારે ના દેખાય પરંતુ આપણે અત્યારે તેમની પદ્ધતિ પર શંકા કરવી જોઇએ નહીં. તેમણે કહ્યું કે દરેક લોકોને શુભકામનાઓ, સુરક્ષિત રહો અને સૌથી જરૂરી કૃપ્યા શાંતિ બનાવી રાખો. બીજીબાજુ અધિકારીઓએ કાશ્મીર ઘાટીમાં મોબાઇલ, ઇન્ટરનેટ કનેકશન અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે.