2017માં 42 લાખના ખર્ચે રાજ્યનો સૌથી ઊંચો ફ્લેગ માસ્ટ બન્યો, આજે મનપા તિરંગો ફરકાવવાનું ભૂલી

ગુજરાત મુખ્ય સમાચાર

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રાજ્યના સૌથી ઊંચા 67 મીટરના ફ્લેગ માસ્ટ પર વડોદરા મહાનગરપાલિકા આજે સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવવાનું ભૂલી ગઈ હતી. વર્ષ 2017માં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઊંચા ફ્લેગનું લોકાર્પણ કર્યું હતું. જેની પાછળ 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામી કારણે વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો. જોકે આજે સ્વતંત્રતા દિવસે પણ પાલિકા તિરંગો લહેરાવવાનું ભૂલી ગઇ હતી.

પાલિકાના આયોજનના અભાવે લોકોના પૈસા પાણીમાં ગયા
રાજ્યનો સૌથી ઊંચો ફ્લેગ બનાવીને વડોદરા મહાનગરપાલિકાએ ખુબ વાહવાહી મેળવી હતી. પરંતુ 42 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ પાલિકા આ ફ્લેગની જાળવણી કરી શકી ન હતી. જેથી યોગ્ય આયોજનના અભાવે કામ કરતા પ્રજાના પૈસા પાણીમાં ગયા હતા.