વીરતા / અભિનંદનને કમાન્ડ આપનાર મિન્ટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત પ્રથમ મહિલા બની

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મિન્ટી અગ્રવાલ વાયુસેનામાં સ્ક્વાડ્રન લીડર છે. 27 ફેબ્રઆરીએ મિન્ટી ફાઈટર પ્લેન કંટ્રોલરની ભૂમિકામાં હતા. મિન્ટીએ જ અભિનંદનને પાકિસ્તાની વિમાનની માહિતી આપી હતી. મિન્ટીના આદેશ બાદ અભિનંદનને પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલ આપવામાં આવ્યું. મિન્ટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલ મેળવનાર પહેલી મહિલા છે.

યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનારી આઇએએફ સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલે જણાવ્યું હતું કે, તેઓ મેડલ(ચંદ્રક) મેળવીને ખુબજ ગૌરવ અનુભવી રહી છે.

મિન્ટી અગ્રવાલે જણાવ્યું કે જ્યારે અમે બાલાકોટ મિશનને સફળતાપૂર્વક અંજામ આપ્યો. ત્યારબાદથી જ અમને એ વાતનો અંદાજ હતો કે પાકિસ્તાન તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવશે. જેને લઇને અમે પહેલાથી જ તૈયાર હતા, અને તેમણે માત્ર 24 કલાકમાં જવાબી કાર્યવાહી કરી.

મિન્ટી અગ્રવાલે બાલાકોટ મિશનને લઇને વધુ જણાવ્યું કે અમારી પાસે રક્ષા માટે કેટલાક વિમાન પહેલાથી જ હતા અને ફરી જ્યારે પાકિસ્તાન તરફથી કાર્યવાહી કરવામાં આવી તો અમે આ વિમાનોને પણ મુકાબલા માટે ઉતારી દીધા. પાકિસ્તાન લડાકૂ વિમાન હુમાલના ઇરાદાથી આવ્યું હતું. પરંતુ આપણા પાયલોટો, નિયંત્રકો અને ટીમની કુશળતાને લઇને તેમને મિશન નિષ્ફળ કરી દીધું.

આઇએફ સ્ક્વાડ્રન લીડરે જણાવ્યું કે, એફ16ની કમાન વિંગ કમાન્ડર અભિનંદને લીધી હતી. આ બહુજ નાજૂક સ્થિતિ હતી. દુશ્મનના કેટલાક લડાકૂ વિમાન હતા પરંતુ આપણા લડાકૂ વિમાનોએ તેનો મજબૂતાઇથી મુકાબલો કર્યો.