ફેસબુક છેલ્લાં ઘણા સમયથી પરીક્ષણ કરી રહેલ પોતાના ડાર્ક મોડ ફીચરને લોન્ચ કરી દીધું છે. ડાર્ક મોડથી બેટરીની બચત થશે તેમજ આંખોને વાંચવામાં સરળતા રહેશે. એપ વિશ્લેષક જેન માનચુન વોગે FB 5 ડિઝાઇન અપડેટ મોડને ઉજાગર કર્યો હતો. એન્ડ્રોઇડ માટે ફેસબુક એપમાં અનરીલીઝડ ડાર્ક મોડ ફીચર આવાનું શરુ થઇ ગયું છે.
ડાર્ક મોડ સમગ્ર ફેસબુક એપમાં નહીં જોવા મળે કેમ કે હજુ તેનું ડેવપલમેન્ટ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ફેસબુકની મેસેન્જર એપમાં કંપનીએ 2018માં જ ડાર્ક મોડ ફીચરની શરૂઆત કરી દીધી હતી. જો કે તે ફીચરને અમુક દેશોના પસંદગીના લોકોને જ ટેસ્ટિંગ કરવા માટે આપવામાં આવ્યું છે. ફેસબુકમાં આવેલ ડાર્ક મોડ ફીચર યુઝર્સને એકદમ અલગ એક્સપિરિયન્સ આપશે.

