અમેરિકાના નેબ્રાસ્કામાં એક દર્દનાક દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ ભૂલથી પોતાના જ પ્રાઇવેટ પાર્ટ પર ગોળી ચલાવી દીધી. 32 વર્ષનો પીટર જેકોબસન ખરાબ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ હવે તે ખતરાથી બહાર છે. પરંતુ તેના પર હથિયાર રાખવા સહીત બીજા પણ કેટલાક આરોપ લાગ્યા છે.
ખિસ્સામાંથી બંદૂક પડી અને ગોળી ચાલી ગઈ
પીટરે જણાવ્યું કે આ ઘટના ત્યારે ઘટી જયારે તે બુધવારે રસ્તા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેના કિસ્સામાંથી લપસીને બંદૂક નીચે પડી અને ગોળી ચાલી. આ ગોળી સીધી તેના પ્રાઇવેટ પાર્ટ પર વાગી. તેની હાલત ખરાબ થઇ અને ખુબ જ ખરાબ હાલતમાં તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો. પીટર પર ઘાતક હથિયાર રાખવાનો આરોપ લાગ્યો. પીટર પર ઘાતક હથિયાર રાખવાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા 46 વર્ષના વ્યક્તિને પણ આ રીતે જ ચોટ લાગી હતી. તે સમયે તેના કમરમાં લાગેલા વેસ્ટ બેલ્ટથી બંદૂક પડી જવાને કારણે તેના પ્રાઇવેટ અંગ પર ગોળી વાગી હતી.