ઓડિશામાં ચક્રવાતી તોફાન ફાની ઘ્વારા થયેલા નુક્શાનની સમીક્ષા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. આપને જણાવી દઈએ કે ચક્રવાતી તોફાન ફાની ને કારણે રાજ્યમાં 34 લોકો માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવાઈ સર્વેક્ષણ પછી પીએમ મોદીએ તોફાનને ધ્યાનમાં રાખીને લોકોને રાહત અને સહાયતા આપવા માટે મુખ્યમંત્રી નવીન પટનાયકના વખાણ કર્યા છે. હવાઈ સર્વેક્ષણ પછી પીએમ મોદીએ કહ્યું કે નવીન બાબુએ ખુબ જ સારો પ્લાન કર્યો છે. ભારત સરકાર તેમની સાથે રહીને વસ્તુઓને વધારે સારી રીતે આગળ વધારી શકશે. આપને જણાવી દઈએ કે હવાઈ સર્વેક્ષણમાં મુખ્યમંત્રી નવીન પટનાયક પણ તેમની સાથે રહ્યા હતા.
આ બંને નેતાઓનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ્ય સરકારના આદેશોનું પાલન કરવા માટે ઓડિશાના લોકોએ પણ ઘણી મદદ કરી. રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંચાર ખુબ જ સારો હતો. હું પણ આખી સ્થિતિ પર નજર રાખી રહ્યો હતો. તેમને કહ્યું કે ભારત સરકારે પહેલાથી જ 381 કરોડ રૂપિયાની ઘોષણા કરી હતી અને આગળ પણ 1000 કરોડ રૂપિયા આપશે.
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રં તત્કાલ રાહત પ્રદાન કરવાની સાથે સાથે રાજ્યના પુનઃનિર્માણને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. રવિવારે પીએમ મોદીએ ઓડિશાના ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી. આપને જણાવી દઈએ કે શનિવારે ચક્રવાતી ફાની તોફાન ઓડિશામાં ટકરાયું હતું. ફાનીને કારણે રાજ્યમાં ઘણું નુકશાન થયું છે.
ઓડિશા હાલમાં ભયંકર ચક્રવાત ફાનીનો સામનો કરી રહ્યો છે. ફ્લાઈટો રદ છે અને ટ્રેન સર્વિસીઝ પણ ઠપ્પ પડી છે. વળી, દુનિયાભરના વિશેષજ્ઞ આ તોફાન બાદ ભારત અને ખાસ કરીને ઓડિશા સ્થિત ઑથોરિટીઝની પ્રશંસા કરી રહ્યા છે. અમેરિકી વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યુ છે કે હાલના અમુક વર્ષોમાં ભારતના સૌથી ગરીબ રાજ્ય ઓડિશામાં અત્યાર સુધીનું સૌથી ભયાનક તોફાન આવ્યુ છે પરંતુ અહીંની સરકારે જે રીતે લોકોને ચેતવ્યા અને તેમને સુરક્ષિત ખસેડ્યા, તે દુનિયાના અમીર દેશો માટે એક સબક છે.